Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાડેથી કાર લઈ જઈ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 13 કાર સાથે બે આરોપીઓ ઝડપાયા

Share

વડોદરા સહીત અન્ય મહાનગરોમાંથી ફોર વ્હીલ ગાડીઓ ભાડે મેળવીને તેને ગીરવે મુકીને કરોડોનું કૌભાંડ આચરનાર વડોદરા તેમજ સુરતના બે ભેજાબાજો સામે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા મહારાષ્ટ્રમાં ગીરવે મુકેલી 13 જેટલી ફોર વ્હીલ કારને કબજે લીધી છે. જયારે બંને આરોપીઓ દ્વરા વિવિધ લોકો પાસેથી 100 ઉપરાંત ફોર વ્હીલ કાર મેળવીને બરોબર સગેવગે કરી દીધી હોવાની માહિતી સાપડી છે.

ભેજાબાજો દ્વારા ભોળા નાગરીકોને છેતરવા માટે અવનવી તરકીબો શોધી કાઢવામાં આવી છે. જેમાં છે કેટલાક વર્ષોથી મધ્યવર્ગીય પરિવારને નિશાન બનાવતી ટોળકી તેઓની કારને ભાડે લઈને ઊંચું ભાડું ચુકવવાની લાલચ આપી કાર મેળવી લે છે. અને એક બે મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ છુમંતર થઇ જાય છે. ત્યારબાદ કાર ભાડે આપનારને કાર પણ પરત મળતી નથી અને ભાડું પણ ચૂકવતા નથી. ભૂતકાળમાં આવી અનેક ફરિયાદો નોંધાઈ છે.

તાજેતરમાં આવા ભેજાબાજોના ભોગ બનેલા એક ફરિયાદીએ પાણીગેટ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ આપી હતી. જેમાં છેતરપિંડી કરનાર વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં રહેતા મનીષ હરસોરા અને સુરતના કામરેજમાં રહેતા દીપક રૈયાણી સામે ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હાની તપાસ ક્રાઈમ બ્રાન્ચે કરતા ભાડે લીધેલા વાહનો મહારાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાં આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા સહીત અન્ય જીલ્લાઓમાં પણ અનેક નાગરિકોએ ઊંચા ભાડાની લાલચ આપી વાહનો મેળવી લીધા હોવાનું સામે આવ્યું હતું. વાહન લેતા સમયે એક બે મહિના ભાડું ચૂકવી દીધા બાદ ભાડું નહિ આપીને વાહનો ગીરવે મૂકી મસમોટી રકમ મેળવી લઈને બંને ભેજાબાજો ફરાર થઇ ગયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર બંને ભેજાબાજો દ્વારા ગીરવે મુકવામાં આવેલા 13 જેટલી ફોર વહીલર કાર ક્રાઈમ બ્રાન્ચે રીકવર કરી છે. જયારે અત્યાર સુધી 100 વધુ નાગરિકો પાસેથી કાર ભાડે મેળવી ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. જયારે ક્રાઈમ બ્રાંચ દ્વારા બંને ઠગ ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં આમોદ તાલુકાનાં ઈખર ગામમાં ગરીબ પરિવારની દીકરીઓને નિ:શુલ્ક સિલાઈ મશીનો તેમજ શાળાનાં ગરીબ છાત્રોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વડોદરામાં એમ.ડી ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

વડોદરા : નંદેસરીના ઔધોગિક એકમે યોજેલા રકતદાન કેમ્પમાં 1006 યુનિટ રકત એકત્ર થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!