રાજ્યભરમાં યોજાનાર જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસમાંથી કાઢી લાવીને વેચનાર શ્રાદ્ધકર લુહાને આજે ગુજરાત એટીએસ દ્વારા વડોદરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે કે 10 ફેબ્રુઆરી સુધી આપ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ગતરોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડવામાં સંડોવાયેલા 15 લોકોના 10 ફેબ્રુઆરી સુધીની રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાત એટીએસ દ્વારા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરવા માટે વિવિધ મુદ્દાઓ રજૂ કરીને ગતરોજ 15 આરોપીઓના રિમાન્ડ 14 દિવસની રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે વકીલની દલીલોને સાંભળ્યા બાદ 10 ફેબ્રુઆરી સુધીની રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Advertisement