Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની જામીન નામદાર કોર્ટે ના મંજૂર કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલ્યો

Share

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરના ત્રાસના કારણે ઘણા લોકોએ તેમનું જીવ ટૂંકાવવું પડ્યું હતું જેને લઇને વડોદરા શહેર પોલીસ દ્વારા વ્યાજખોર લોકો માટે લાલ આંખ કરી હતી. વ્યાજખોરનો લઈને પોલીસની ત્વરિત કામગીરી બાદ પ્રણવ ત્રિવેદી સામે ફરિયાદોનો દોર શરૂ થયો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનમાં વધુ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી તો બીજી તરફ વાડી વિસ્તારમાં લગ્નના ખર્ચાના કારણે યુવકે લોન લીધી હતી પણ લોન ન ભરતા વ્યાજખોરો તેને મારી નાંખવાની ધમકી આપતા હતા જેથી યુવક તેમના વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે તેના રિમાન્ડ પુરા થતા પોલીસ દ્વારા આરોપી પ્રણવ ત્રિવેદીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જેમાં પ્રણવ ત્રિવેદીના વકીલ દ્વારા રેગ્યુલર જામીનની અરજી મૂકવામાં આવી હતી પરંતુ નામદાર કોર્ટ દ્વારા તેમની અરજીને નામંજૂર કરી આરોપી પ્રણવ ત્રિવેદીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીના કેન્ડલ પ્લાઝા એપાર્ટમેન્ટ નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર ફાંટ

ProudOfGujarat

નેશનલ હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક કન્ટેનર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા એકનું મોત.

ProudOfGujarat

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ખાનગી શાળાના આચાર્યની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!