શિવરાત્રીએ સૂવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણને લઈ પાલિકા દ્વારા સુરસાગર તળાવ ખાતે તળાવની સાથે વોકવેની સફાઈ અને ગ્રીનરીના કામો માટે અધિકારીઓ અને કર્મચારીઓ જોતરાયા હતા. સાથે કર્મચારીઓએ વોકવેની સફાઇ પણ કરી હતી. તળાવની આસપાસ કઇ રીતે વધારેમાં વધારે ગ્રીનરી ઉભી કરી શકાય તે દિશામાં તંત્ર કામ કરી રહ્યુ છે. મહાશિવરાત્રીના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હજારો લોકો એકઠા થાય છે જેને લઇને તંત્રએ મંગળવારે તળાવની સાફ-સફાઇની કામગીરી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના મધ્યમાં સુરસાગર તળાવ આવેલું છે. જે પોતે એક અલગ ઇતિહાસ ધરાવે છે. થોડાક વર્ષો પહેલા સુરસાગરના મધ્યમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સુવર્ણજડિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદેશી શિવભક્તોનો સાથ મળતા કામગીરીએ વેગ પકડ્યો હતો. તાજેતરમાં જ સર્વેશ્વર મહાદેવની મૂર્તિ સુવર્ણજડિત કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી. પરંતુ આ મૂર્તિનું અનાવરણ શિવરાત્રીએ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાના કારણે હાલ તેના પર સફેદ કાપડ ઓઢાડી દેવામાં આવ્યું છે. જેમાં ભારે પવનને કારણે શિવજીના મુખના દર્શન થયા હતા.
વડોદરા : શિવરાત્રીએ સૂવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનાં લોકાર્પણને લઈ સુરસાગર તળાવની સફાઇ કરાઇ.
Advertisement