ગતરોજ રાજ્યભરમાં અંદાજે મળીને 9.53 લાખ ઉમેદવારોએ ગુજરાત ગ્રામ્ય પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા. પરંતુ આગલી રાત્રે જ વડોદરાના ખાનગી કોચિંગ સેન્ટરમાં પેપર ફુટતા ગુજરાત એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
તો બીજી તરફ સરકાર દ્વારા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી દીધી હતી અને ઉમેદવારોને પરત જવા માટે મફત એસટી બસની સેવા કરી આપી હતી. પેપર ફુટ્યાની ઘટનાને 24 કલાક વિતતા પહેલા ગુજરાત એટીએસ દ્વારા સંડોવાયેલા 16 જેટલા લોકોની વડોદરા તથા અન્ય રાજ્યોમાંથી ધરપકડ કરી લીધી હતી. આજે તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડોદરાની કોર્ટમાં લાવવામાં આવ્યા છે. અહિંયા ગુજરાત એટીએસ તમામના રિમાન્ડની માંગ કરી હતી. સરકારી વકીલ અનિલ દેસાઈ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. ન્યાયાધીશ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
જુનિયર ક્લાર્કનું પેપર લીક કરનાર 16 આરોપીઓને ગુજરાત ATS એ વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યાં
Advertisement