Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ગાજરાવાડી વિસ્તારમાં મકાનમાંથી વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડતી પાણીગેટ પોલીસ.

Share

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડી.વી ઢોલા તેમજ સ્ટાફને બાતમી મળી હતી કે ગાજરાવાડી જૂની વોર્ડ નંબર 3 ની ઓફિસ પાસે વિઠ્ઠલ નિવાસ નામના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને સંગ્રહ કરવામાં આવ્યો છે જેનું વેચાણ થવાનું છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 132 નંગ બોટલો મળી આવી હતી. જ્યારે શરાબનો સંગ્રહ કરનાર શકુબેન ભગવાનભાઈ સોલંકીની પાણીગેટ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દીપેશ પરમાર રહે. વિઠ્ઠલનિવાસ ગાજરાવાડી તેમજ સુરેશ ઉર્ફે ભીખો ભગવાનભાઈ સોલંકી રહે. વણકરવાસ ગાજરાવાડીને વોન્ટેડ જાહેર કરી 66000 ની કિંમતના વિદેશી શરાબના જથ્થાને જપ્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચનાં આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા સ્થાનિકોએ ચક્કાજામ કરી કર્યો વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

નાસતો- ફરતો -આરોપી ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : રાંધણગેસનાં બોટલમાં આપવામાં આવતી કરોડો રૂપિયાની સબસિડી જમા કરવા અને ગરીબ મધ્યમવર્ગને સીધી રાહત મળે તે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!