આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપ દ્વારા કમર કસીને તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે જે અંતર્ગત વડોદરાના દેણા ચોકડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે બુધવારના રોજ મધ્ય ગુજરાત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની મહિલા સદસ્યોની મિટિંગનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિતોનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિવિધ તાલુકાઓ તથા જિલ્લાઓમાંથી કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા બનેલા મહિલા ઉમેદવારો તેમજ હોદ્દેદારોના આગામી ચૂંટણી સંદર્ભે અભિપ્રાયો મેળવ્યા હતા તાલુકા જિલ્લાની ચૂંટાયેલી મહિલાઓએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.
ત્યારબાદ અમદાવાદ જિલ્લાના પ્રભારી કામીની બહેને જણાવ્યું હતું કે મહિલાઓને 50 ટકા આરક્ષણ મળ્યું છે તેનો આપણે લાભ ઉઠાવતા નથી હોદ્દો લેવાથી પક્ષ મજબૂત બનતો નથી પરંતુ સમયાંતરે મિટિંગોનું આયોજન કરી પક્ષનું માળખું મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. ત્યારબાદ સોનલબેને જણાવ્યું હતું કે દરેક જિલ્લાકક્ષાએ મહિલા સંમેલન યોજી તેમજ તાલુકા કક્ષાએ પણ સંમેલન યોજી કોંગ્રેસ પક્ષને મજબુત બનાવવા માટે ખાસ ભાર મૂક્યો હતો. તેઓએ કૃષિ કાયદાનો વિરોધ કરવા પણ ખાસ ભાર મૂક્યો હતો. હાલમાં મોંઘવારી જે ઝડપે વધી રહી છે તે મુદ્દો પણ પ્રજા વચ્ચે લઈ જવા ખાસ ભાર મૂક્યો હતો. ત્યારબાદ પ્રભાબેન જણાવ્યું હતું કે આપણે ચૂંટણી લડવાની છે. તે અગાઉ આપણે પૂરતી તૈયારી કરવી પડશે જે બહેનો ટિકિટ માંગે છે તેઓને મહિલા કોંગ્રેસ સહકાર આપશે. ખેડૂતોનો આંદોલન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સાગર કોકોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં ૫૦ ટકા મહિલાઓને આરક્ષણ છે મહિલાઓએ સમય ફાળવી પક્ષની મજબુત કરવા જણાવ્યું હતું કે કૃષિ કાયદાનો વિરોધ કરી લોકોને એના વિશે જાણકારી આપવા અનુરોધ કર્યો હતો. કોંગ્રેસને મજબુત બનાવવા હાકલ કરી હતી. જ્યારે મીટીંગના મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા ગાયત્રી બા વાઘેલાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બેનોને વધુ મહેનત કરી અને કોંગ્રેસને મજબુત બનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. મિડીયા સમક્ષ આપેલા નિવેદનમાં તેઓએ ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આયોજિત મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ ગાયત્રી બા વાઘેલા, અખિલ ભારતીય સચિવ ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રભારી શોભનાબેન, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી સચિવ સોનલબેન પટેલ, વડોદરા જિલ્લાના મહીલા સમિતિના પ્રભારી પ્રેમ બા હાંડા તથા કામીનીબહેન સોની અમદાવાદ જોન પ્રભારી, ગુજરાત પ્રદેશ મહીલા સમિતિના મંત્રી જાનકીબેન પટેલ, વડોદરા જિલ્લા કાર્યકારી પ્રમુખ લતાબેન સોની સહિત મોટી સંખ્યામાં મહિલા કોંગી હોદ્દેદારો તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ : ભરૂચ
વડોદરા : કોંગ્રેસ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતનાં જિલ્લાઓની મહિલા કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજાઈ….
Advertisement