નિયામક આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત વડોદરા,સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડોદરા, પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, આરોગ્ય વિભાગ, આઇસીડીએસ સામાજિક અગ્રણીઓના સહયોગ અને જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કુમાર શાળા,વાઘોડીયા ખાતે વડોદરા જિલ્લાનો બીજો આયુષ મેળો યોજાયો હતો.
આ મેળામાં જિલ્લા આયુર્વેદ શાખાના સહયોગથી ધન્વંતરી યજ્ઞ, આયુષ ફ્લેગ,આયુષ હેલ્થ કીટ,આયુષ ગ્રામ પ્રદર્શનનું મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ આયુષ મેળામાં નિદાન સારવાર કેમ્પનો ૫૭૫
લાભાર્થીઓએ, ઉકાળા વિતરણ-૬૦૦,આર્સેનિક આલ્બ- ૧૧૫૦,અગ્નિકર્મ ચિકિત્સા લાભાર્થી -૨૫,પંચકર્મ ચિકિત્સા પધ્ધતિ સલાહ લાભાર્થી-૨૦, પ્રકૃતિ પરીક્ષણ-૧૦૦,આયુષ પ્રદર્શન ૯૦૦,યોગાસન શિબિર લાભાર્થી – ૬૫૦,વાનગી નિદર્શન પ્રદર્શન -૯૦૦,કુપોષણ સારવાર લાભાર્થી ૬૧,શાળા આરોગ્ય તપાસ ૩૦૦,આંગણવાડી બાળકોની તપાસ ૩૪૫, વાઘોડિયા અને આસપાસની ગ્રામ્ય શાળામાં શાળા આરોગ્ય જાગૃતિ ૬૦૦૦ લાભાર્થી સહિત કુલ લાભાર્થી- ૧૨ હજાર લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ આયુષ મેળાનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા,અગ્રણી અશ્વિનભાઈ પટેલ,જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ચેરમેન નિલેશભાઈ પુરાણી, તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વણકર,ઉપપ્રમુખ શાંતિલાલ રબારી,સરપંચ વસવેલ મહેશભાઈ વકીલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોએ આયુષ મેળાના સફળ આયોજનને બિરદાવી જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર આયુષ મેળાનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. આ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારી અને મેડિકલ અધિકારીઓ તથા પારુલ આર્યુવેદિક હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
આયુષ મેળામાં આયુર્વેદ તજજ્ઞો દ્વારા નિદાન સારવારનો બહોળો પ્રચાર,આયુર્વેદ પંચકર્મ તજજ્ઞો દ્વારા સારવાર, અગ્નીકર્મ તજજ્ઞ દ્વારા સારવાર નિદર્શન, હરસ મસા ભગંદરનાં નિષ્ણાંત તજજ્ઞ દ્વારા નિદાન સારવાર, આંખ નાક ગળાનાં રોગોનું તજજ્ઞ દ્વારા નિદાન સારવાર,સ્ત્રી રોગોમાં વિશેષ ઉત્તર બસ્તી અને વંધ્યત્વ તેમજ માસિકની પીડાઓ માટે તજજ્ઞ દ્વારા નિદાન સારવાર, બાળકોમાં કુપોષણ અને અન્ય સમસ્યાઓનું તજજ્ઞ દ્વારા નિદાન સારવાર તથા જિલ્લામાં વિશેષ કાર્યરત આયુષ બાલ સંજીવની પ્રોજેક્ટની સમજ,હોમીઓપેથી પદ્ધતિથી વિશેષ તજજ્ઞો દ્વારા નિદાન સારવાર ,યોગાસન શિબિર, વયસ્ક લોકોની સ્વાસ્થ્ય તપાસ જરા ચિકિત્સા, આયુર્વેદિક તથા પોષક વાનગી નિદર્શન, રસોડામાં ઉપયોગી તથા આસપાસની આયુર્વેદ વનસ્પતિ ચાર્ટ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશી અને તેમની ટીમ દ્વારા મેળાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે શ્રી પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચના ડો. બી.જે.કુલકર્ણી, ડો.તોષીખાના, સરકારી આર્યુવેદ હોસ્પિટલના અધિક્ષક ડો.નીલમ દેવરે, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.