Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇ તાલુકાના કુબેરધામ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી કરાઇ.

Share

ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવેલા વિશ્વના એકમાત્ર કુબેરધામ ખાતે મહા શિવરાત્રી સહિતના ધાર્મિક પર્વોની સાથે રાષ્ટ્રીય તહેવારોની પ્રેરક ઉજવણી કરવાની પરંપરા છે.

તદનુસાર, આજે ૭૪ માં પ્રજાસત્તાક પર્વે વહેલી સવારે મંદિરના ગર્ભ ગૃહમાં આરતી પછી રાષ્ટ્રગીત જન ગણ મનના ગુંજારવથી માતૃભૂમિની વંદના કરવામાં આવી હતી. આજે આખો દિવસ મંદિરના શિખરે કુબેરેશ્વર શિવની ભગવી ધજાની સાથે મંદિર ચોકમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ આન, બાન અને શાનથી લહેરાયો હતો.

મંદિરના ચોકમાં પ્રબંધક રજનીભાઇ પંડ્યા એ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો ત્યારે પુરોહિતો અને ભાવિકોએ ભગવાન શિવના દર્શન જેટલી જ તન્મયતાથી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.

રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું કે આજે દૈનિક પૂજાની સાથે સમ્હિતાના દશમા અધ્યાયના ચોથા શ્લોક દ્વારા રાષ્ટ્ર કલ્યાણનો અનુનય ભગવાન શિવને કરવામાં આવ્યો હતો તેની સાથે પ્રજાસત્તાક ભારત એક અને અખંડ રહે, સૌના વિચારોમાં એકતા સધાય અને પ્રગતિશીલ અને સુરક્ષિત ભારત માટે હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં રિએકટરમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, પાંચને ઇજા.

ProudOfGujarat

ઝઘડીયાના રાણીપુરા ગામે સહકારી મંડળીના નવા બનેલ કાર્યાલયનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!