Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા પાલિકા દ્વારા કોર્પોરેશના ગ્રીનબેલ્ટની જગ્યા પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.

Share

– મેયર અને ધારાસભ્ય કેયુર રોકડીયાની અધ્યક્ષતામાં છાણી કેનાલ નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યું હતું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઢોર વાડાના ગેરકાયદે દબાણો તેમજ રસ્તાને નડતરરૂપ હોય તેવા હંગામી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ દ્વારા દબાણ હટાવોની કામગીરી આજે છાણી વિસ્તારમાં શમશેરા ફ્લેટ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની આસપાસના ગ્રીનબેલ્ટના પ્લોટોમાં ગેરકાયદે રીતે છેલ્લા 22 વર્ષથી મંદિર બાંધીને તેની આડમાં ગોડાઉન તેમજ પુજારીની રૂમ વગેરે બાંધકામ કરી દઈ અને આજુબાજુના ગરીબ લોકો પાસેથી ભાડું ઉઘરાવનાર વ્યક્તિ સામે કોર્પોરેશનને આજે કાર્યવાહી કરી મંદિર સિવાયના આજુબાજુના ગેરકાયદે દબાણો તોડી પાડ્યા હતા સાથે સાથે નર્મદા કેનાલની આજુબાજુમાં ગેરકાયદે બંધાયેલા 40 થી વધુ ઝુપડા પણ તોડી પાડવામાં આવ્યા હતા.

આ કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર અને સયાજીગંજના ધારાસભ્ય સ્થળ પર દોડી ગયા હતા સાથે સાથે પૂર્વ કોર્પોરેટરે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી એક વ્યક્તિએ મંદિરની આડમાં આજુબાજુની કોર્પોરેશનની જમીન પર કબજો જમાવી દઈ ગેરકાયદે બાંધકામ કરી દઈ ધંધો કરતા હતા અને ગરીબો પાસેથી ભાડું પણ વસૂલ કરવામાં આવતું હતું તેવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં મહોરમની જુલૂસ કાઢયા વિના શાંતિપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સ્વાર્થ વગરની સેવાની ભાવનાથી તાજપુરાની પવિત્રતા વધી છે: વિજયભાઇ રુપાણી

ProudOfGujarat

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જીલ્લા પોલીસ વડા નો લોક દરબાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!