Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નજીક પર ટ્રક – કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ નજીક ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઇવે નંબર કરજણ નજીક સુરત તરફ જઈ ટ્રક પાછળ કોઈ કારણોસર કન્ટેનર ઘૂસી જતા અક્સ્માત સર્જાયો હતો.

કહેવાય રહ્યું છે કે આગળ ચાલતી ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રકની પાછળ ચાલતું કન્ટેનર ટ્રક પાછળ ધડાકાભેર અથડાયું હતું. કન્ટેનરના ચાલક – ક્લીનર કેબિનમાં ફસાયા હતા. જેના પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતની જાણ થતા એન એચ એ આઇ ના કર્મીઓ ક્રેન સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ભારે જહેમત બાદ ચાલક તથા કલીનરને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

યાકુબ પટેલ..કરજણ

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદામા કોરોનાને કારણે સાદગી પૂર્વક બકરી ઈદની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની તારીખો જાહેર, વાંચો કઈ તારીખે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ..!!

ProudOfGujarat

જામનગર જિલ્લાના એમ.ડી.મહેતા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે “રાષ્ટ્રીય અવકાશ દિવસ” ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!