Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : બિલ વગર એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો.

Share

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બિલ વગર એપલ કંપનીના એરપોર્ડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા શખ્સને 64 એરપોર્ડ્સ તથા 16 સ્માર્ટવોચ સાથે સયાજીગંજ પોલીસે ઝડપી પાડી રૂ. 8 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

શહેરના સયાજીગંજ પોલીસમથકની ટીમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, ફતેગંજ વિસ્તારની એમ્પારર બિલ્ડિંગની સામે સોનાલીકા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બિલ વગર એપલ કંપનીની એરપોર્ડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડી એરપોર્ડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા જયેશ તેજુમલ કેવલાણી (રહે- ગણેશ નિવાસ, એમ્પરર બિલ્ડિંગની સામે ફતેગંજ )ને રૂ. 6400ની કિંમતના 64 નંગ એરપોર્ડ્સ તથા રૂ 1600ની કિંમતની 16 નંગ સ્માર્ટવોચ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી મટીરીયલનો કોઈ પુરાવા મળી ન આવતા પોલીસે મુદ્દામાલ સીઆરપીસી 102 મુજબ કબજે કરી આરોપીની 41 (1) ડી મુજબ અટકાયત કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતનાં પ્રમુખપાકે રેલ્વે ફાટક નજીક યુવાન ટ્રેનની અડફેટે આવી જતાં તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.

ProudOfGujarat

ભરૂચ SOG એ નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1. 57 કરોડનો ગાંજાનો જથ્થો લકઝરી બસમાં હેરફેર કરવાના કૌભાંડનો પર્દાફાશ

ProudOfGujarat

“જહા કણ-કણ મે બસે ભગવાન” જાણો ક્યાં અને કેવી રીતે ઉત્સવ ઉજવાયો?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!