Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા ગ્રામ્ય ના વરનામાં પોલિસે મળેલી બાતમી ના આધારે વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ ફોન ઝડપી પાડ્યા.

Share

વડોદરા ગ્રામ્ય …
વડોદરા ગ્રામ્ય ના વરનામાં પોલિસ સ્ટેશન ના psi એચ.પી.પરમાર તથા પોર બીટ ના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમની પાઠક તથા ડી.સ્ટાફ મહેન્દ્ર ભાઈ ભારત સિંહ પરમાર પોલીસ કોસ્ટેબલ કેશુભાઈ થતા પરીક્ષિત સિંહ કીર્તિસિંહ તથા રાજેદ્ર ભાઈ મોહનરાવ સ્ટાફ ના માણસો જનરલ કોમ્બિગ નાઈટ ના પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન પોર ચોકી પાસે વાહન ચેકીંગ માં હતા તે દરમિયાન psi એચ.પી.પરમાર ને બાતમીદાર થી બાતમી મળી હતી.કે વડોદરા જિલ્લા ના પોર થી માત્ર ૧ કિલોમીટર આવેલ અણખી ગામ માં લીમડાવાળા ફળિયામાં રહેતો સુનિલભાઈ કાભઈભાઈ પાટણવાડિયા અણખી સિમ માં ઢાઢર નદી કિનારે પોતાના ખેતર માં કોતર ની જગ્યામાં મોટા પ્રમાણ માં પરપ્રાંતીય વિદેશી દારૂ કોઈ ગાડી માં લાવી સંતાડી રાખેલ છે તે બાતમી ને વાકેફ રાખી ને બાતમી વાળી જગ્યાએ પોલીસ ના માણસો ખેતર ની આજુબાજુ છુટાછવાયા ગોઠવાઈ ગયા હતા.એટલાંમા જ એક ઈસમ સુનિલભાઈ કાભઇભાઈ પાટણવાડીયા તેને કોર્ડન કરી તેને કંઈક બીજી હરકત કરે તે પહેલાં વરનામાં પોલીસે દબોચી લીધો હતો. અને તેના ખેતર માં ઝાડ ના પાંદડા નીચે સંતાડી રાખેલ તે પાંદડા નીચે જોતા નાની મોટી કુલ બોટલ ૫૧૦ બોટલ તેની કુલ કિમત રૂપિયા ૨૦૪૦૦૦/- તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/-અને કુલ કિંમત ૨૦.૯૦૦૦ ઝડપી પાડ્યો હતો. અને પોલીસ તપાસ માં સુનિલભાઈ કાભઈભાઈ પાટણવાડિયા એ આ દારૂ ભાલીયાપુરા માં રહેતો અનિલભાઈ મનુભાઈ ઠાકરડા પાસે થી મંગાવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી હતી. આ દારૂ ઝડપાતા વરનામાં પોલીસ સ્ટેશન વિસ્તાર માં બુટલેગર ફફડાટ વ્યાપી ગયો હતો. અને જ્યાર થી વરનામાં પોલીસ સ્ટેશન માં એચ.પી.પરમાર ની પોસ્ટિંગ થઈ છે ત્યાર થી ભય વ્યાપી ગયો હતો.

પોર…
રિપોર્ટર …
હિતેશ પટેલ …
ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલ…
મો.૯૭૧૨૫૪૩૧૯૪

Advertisement

Share

Related posts

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડનો કરવેરા પછીનો નફો (કન્સોલિડેટેડ) નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ છે

ProudOfGujarat

ભરૂચ પંથકમાં તસ્કરોની હેટ્રીક : એક જ રાતમાં બે ઘરોને નિશાન બનાવતા તસ્કરો…

ProudOfGujarat

ભરૂચની સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!