Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં લાયસન્સ વગર આયુર્વેદિક દવાના ઉત્પાદન કેસમાં બે આરોપીઓને એક વર્ષની જેલ

Share

વડોદરામાં લાયસન્સ વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી બે આયુર્વેદિક ફાર્મસીના સંચાલકોને કોર્ટે એક વર્ષ જેલની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન કમિશનર કચેરી દ્વારા બાતમીના આધારે વર્ષ ૨૦૧૩ માં આણંદ ખાતે ડોકટરની તપાસ દરમ્યાન આયુર્વેદિક દવાઓના નમુનાઓ લીધા હતા તે નમુનામાંથી અમુક દવાઓમાં એલોપેથીક ઘટકો જેવાકે નિમેસ્યુલાઇડ ઘટકો જોવા મળ્યા હતા. તેની વધુ તપાસ માટે તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૩ ના રોજ દિવ્યા આયુર્વેદિક ફાર્મસી (ફ્લેટ નં.૨ એ, ધવલ એપાર્ટમેન્ટસ, નિઝામપુરા, વડોદરા)નામની પેઢીમાં દરોડા પાડી ત્યાંથી આયુર્વેદિક દવાઓ, રો-મટીરીયલ તથા દવા બનાવવાની મશીનરી કબજે કરી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પેઢી પાસે આર્યુવેદિક દવા ઉત્પાદન માટેનું લાયસન્સ નહતું એટલે તેના સંચાલક તુષાર ઠક્કર સામે ફરિયાદ નોંધાઇ હતી. ઉપરાંત દિવ્યા આયુર્વેદિક ફાર્મસીને દવા ઉત્પાદનમાં મદદ કરવા બદલ ગ્રીન હેલ્થકેર (પ્લોટ નં-૨૧૪, જી.આઇ.ડી.સી, પોર રમણગામડી, જિ.વડોદરા) નામની પેઢી અને તેના સંચાલક કારૃભાઇ પ્રવિણભાઇ વાઘરિયાની સામે પણ ફરિયાદ નોંધાઇ હતી.

Advertisement

આ કેસના લેખિત પુરાવા, મૌખિક પુરાવા, ફરીયાદિ, સાહેદો, પંચોની જુબાનીઓ વિગેરે બાબતોને ધ્યાને રાખીને એડિશનલ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ વડોદરાની કોર્ટે આરોપીઓ તુષાર ઠક્કર અને કારૃ વાઘરિયાને તકસીરવાર ઠરાવીને એક વર્ષની જેલની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.


Share

Related posts

અંકલેશ્વર ખાતે UPL ના યુનિટ 2 ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

“રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ” દ્વારા પી.એસ.આઈ સહિત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

બલડેવા-પીંગોટ અને ધોલી ડેમમાં પાણીના સંગ્રહમાં દરરોજ ૫ સેમી ઘટાડો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!