વડોદરાના કારેલીબાગ ખાસ વાડી સ્મશાન રોડ પર બીનવારસી બાળક ત્યજી દીધેલી હાલતમા મળી આવ્યું છે, ખાસ વાડી બ્રિજ નજીક કચરામાં નવજાત શિશુ ફેંકી દેવામાં આવ્યા હોવાનો કોલ કારેલીબાગ પોલીસને મળતા પોલીસ દોડી આવી હતી અને નવજાત શિશુને લઈ સયાજી હોસ્પિટલ ખાતે આવી હતી જ્યાં બાળકની હાલત સુધારા પર હોવાનું બહાર આવ્યું છે, કોઈકે પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધું છે કે પછી ગુમ થયેલ બાળક છે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Advertisement