Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના અલકાપુરીમાં કાર ધડાકાભેર ક્રોકરી શોપમાં ધુસતા ગ્રાહકોમાં નાસભાગ

Share

વડોદરાના બરોડા પ્રોડક્ટિવિટી રોડ વિસ્તારમાં ગઈ રાતે એક ક્રોકરી શોપમાં કાર ઘુસી જતા ભારે નુકસાન થયું હતું. કાર દૂકાનમાં ઘૂસી જતાં થોડો સમય માટે અફરા-તફરી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા બીપીસી રોડ પર એક ક્રોકરીનો શોરૂમ આવેલો છે. ગઇકાલે રાત્રે એક મહિલા કાર લઇને શોપિંગ કરવા આવી હતી, એ સમયે કાર બેકાબૂ બનતાં કાર કાચ તોડીને શોરૂમમાં ઘૂસી ગઇ હતી. જેના કારણે ક્રોકરી શોપમાં આવેલા ગ્રાહકોમાં નાસભાગ મચી ગઇ હતી.

એક સમયે હાજર લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. શોરૂમનો આગળનો ભાગ કાચની બનેલો હોવાથી ચારેબાજુ કાચના ટૂકડા વિખેરાયા હતા. સદનસીબે આ વિચિત્ર અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી. અકસ્માતના પગલે શો રૂમમાં મુકેલા ક્રોકરીના સામાનને પણ નુકસાન પહોંચ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરતા ગોત્રી પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સીટી પોલીસ મથક ખાતે એકતાનાં શપથ લેવાયા.

ProudOfGujarat

GST વિભાગે રાજકોટમાં 1500 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો

ProudOfGujarat

કોરોના મહામારીને અનુલક્ષીને સાગબારા તાલુકામાં દેવમોગરા ખાતે પાંડોરી માતાજીનાં મંદિરે મહાશિવરાત્રિનાં દિવસથી પ્રારંભાતો મેળો ચાલુ વર્ષે મોકૂફ રખાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!