Proud of Gujarat
FeaturedGujaratINDIA

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાના પહેલા જ દિવસે છબરડો

Share

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી ટીવાયબીકોમની એરિયર ઈન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને પહેલા જ દિવસે પરીક્ષામાં છબરડો સર્જાયો હતો. અગાઉ લેવાયેલી ઈન્ટરનલ પરીક્ષામાં નહીં બેસી શકનારા વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી દ્વારા એરિયર ઈન્ટરનલ પરીક્ષા લેવાઈ રહી છે. મેઈન બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ, પાદરા કોલેજ તેમજ જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ એમ વિવિધ યુનિટના વિદ્યાર્થીઓની પરીક્ષા એક જ બિલ્ડિંગ એટલે કે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર લેવામાં આવી રહી છે.

આજે પહેલા દિવસે બિઝનેસ લોનુ પેપર હતુ. ઈન્ટરલ પરીક્ષા એમસીક્યૂ સ્ટાઈલથી લેવાતી હોવાથી સામાન્ય રીતે વિદ્યાર્થીઓ માટે એક કરતા વધારે પેપર સેટ કરવામાં આવે છે. જેથી આગળ પાછળ બેસનારા વિદ્યાર્થીને અલગ -અલગ પેપર મળે તેની જગ્યાએ આજે પરીક્ષા વિભાગે છબરડો વાળીને તમામ વિદ્યાર્થીઓને એક જ પેપર આપ્યુ હતુ.

Advertisement

બીજી તરફ બેઠક વ્યવસ્થા પણ યોગ્ય રીતે ગોઠવવામાં આવી નહોતા. ચોરી ના થાય તે માટે મેઈન બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ તથા જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ યુનિટના અધ્યાપકોએ દરેક બેન્ચ પર એક જ વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે પાદરા કોલેજ દ્વારા દરેક બેન્ચ પર બે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. આમ પાદરા કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવાનો મોકો અપાયો હોવાના આક્ષેપો પણ કેટલાક દ્યિાર્થીઓએ કર્યા હતા.


Share

Related posts

ભરૂચ-ઝનોર ગામની સીમમાં આવેલ તુવેર ના ખેતર માં નબીપુર પોલીસ પહોંચી-પછી શું થયું જાણો વધુ

ProudOfGujarat

ભરૂચમાં રાજકારણ ગરમાયું, ભાજપ સાથે છેડો ફાડી 100 થી વધુ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

નેત્રંગમાં ભારે વરસાદના કારણે કવચીયા ગામે ઘરમાં પાણી ઘુસ્યા, ઘરના લેવલથી ઉંચો સીસી રસ્તો બનતા પાણી ઘુસ્યાના અહેવાલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!