Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો.

Share

વડોદરા જિલ્લાના કરજણ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આયોજિત થયેલ છે. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે. રવિવારનાં રોજ આયોજિત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં કરજણ ખાતે આવેલા વિવિધ મતદાન બુથો પર મતદાર યાદી સુધારણાની કામગીરી કરાઇ હતી.

નગરનાં વિવિધ મતદાન બુથ પર બી.એલ.ઓ. ની હાજરીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મતદાર યાદીમાં મતદારોએ પોતાના નામની ચકાસણી, નામ કમી કરાવવા, નામ સુધારવા તેમજ જે યુવાનો 18 માં વર્ષમાં પ્રવેશ્યા હોય એ યુવાનો પોતાના નામ મતદાર યાદીમાં નોંધણી કરાવતા નજરે પડ્યા હતા.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નગરનાં મતદારોએ ખૂબ સારી જાગૃતિ દર્શાવી હતી. તો નગરનાં વિવિધ મતદાન બુથ પર હાજર બી.એલ.ઓ. એ પણ મતદારોને જરૂરી માર્ગદર્શન આપી પોતાની ફરજ નિભાવી હતી.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

પાવાગઢ માતાજીના દર્શન કરવા જવાના હોય તો ખાસ જાણી લેજો, લેવાયો મોટો નિર્ણય.

ProudOfGujarat

અંકલેશ્વર: એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું પરંતુ ચોરો નિરાશ થઈને પરત ફર્યા…

ProudOfGujarat

પરીક્ષાના આગલા દિવસે બપોરે અને સાંજે તેમ જ રાત્રિએ ભરૂચના વાલીઓ શું કરશે અને શું નહીં કરે તેની વિગતો જાણો… આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!