ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા જુદી જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવામાં આવતી હોવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે આ જ પ્રકારના વધુ એક બનાવવામાં વડોદરાના એક બેંક મેનેજર એ એમબીબીએસ માં એડમિશનના નામે 30.70 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું બનાવ બનતા સાયબર સેલે ગુનો નથી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં ઠગ ટોળકીય બોગસ વેબસાઈટ બનાવીને બીજા પણ અનેક લોકોને ફસાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વડોદરાની સયાજીગંજ બેન્ક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ બજાવતા લલિત કુમાર અદલખા (ફેધસૅ સ્કાયવીલા, સન ફાર્મા રોડ) પોલીસને કહ્યું છે કે ગઈ તા પહેલી નવેમ્બરે મને સરસ્વતી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ નોઈડાના નામે સોનાલીબેન નો ફોન આવ્યો હતો અને તેમની સંસ્થા એમબીબીએસમાં એડમિશન અપાવી રહી છે તેમ કહી વાત કરી હતી. આ પેટે તેમણે કુલ 68.28 લાખનું ફી પેકેજ પણ આપ્યું હતું.
સરસ્વતી ઇન્સ્ટિટયૂટની સોનાલીએ નેન્સી નામની ઉપરી અધિકારી સાથે વાત કરાવી હતી અને નેન્સીએ સંસ્થાના ડાયરેક્ટર રાજીવસિંગ ઉર્ફે વિજય પ્રતાપસિંગ સાથે વાત કરાવી હતી. રાજીવસિંગે એક વર્ષની ફી 15. 60 લાખ હોવાનું કહ્યું હતું. જેથી મેં ચેક મોકલતા તે ફાટેલો હોવાથી રિટર્ન થયો હતો. ત્યારબાદ રાજીવસિંગ એ મને બે વર્ષની ફી એકસાથે ભરે તો બાકીના બે વર્ષ થી નહીં ભરવી પડે તેવી સ્કીમ બતાવી હતી.
બેંક મેનેજરે પોલીસને કહ્યું છે કે, રાજીવ સિંઘે મને મેનેજમેન્ટ ખોટામાં એડમિશન અપાવવાની ખાતરી આપી જેથી મેં વેબસાઈટ ચેક કરતા તેમાં ટ્રસ્ટના નામમાં થોડો ફેર જણાયો હતો. આ ઉપરાંત તેમણે આપેલી તારીખમાં એડમિશન નહીં મળતા મેં રૂબરૂમાં મળવાની વાત કરી હતી. જેથી તેમણે નોઈડામાં રૂબરૂ મળી જવા કહ્યું હતું. આ દરમિયાન રાજીવ સિંઘે મારો ચેક મંજૂર થઈ ગયો હોવાનું કન્ફમૅ પણ કર્યું હતું.
લલિત કુમારે પોલીસને કહ્યું છે કે, મને નોઈડામાં તા. 30 મી એ મળવાની તારીખ આપી હોઈ હું પહોંચ્યો ત્યારે રાજીવસિંગે એડમિશનની તારીખ બદલાઈ છે તેમ કહી તા.31. મી મળવા માટે કહ્યું હતું. મેં તા.30 મી એ સાંજે મળવાનો આગ્રહ રાખતા તેમણે મળવાની મંજૂરી આપી હતી. પરંતુ તે જ દિવસે સાંજે ફોન બંધ કરી દીધો હતો જેથી હું બીજા દિવસે નોઈડાની ઓફિસે પહોંચ્યો તો ઓફિસ પણ બંધ હતી. જેથી મારી સાથે ઠગાઈ થઈ હોવાનું જણાઈ આવતા પોલીસ ફરિયાદ કરી છે.