Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા હાઈવે પર ગાડી અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

Share

વડોદરા ભરૂચ NH 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ત્રણનાં મોત થયા હતા અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગાડીમાં સવાર પરિવાર અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો હતો. જે ગાડીને ટ્રેલરે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ના વરણામાં અકસ્માત સર્જાયો હતો. અમદાવાદનો પરિવાર મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે ટ્રેલરે ગાડીને પાછળથી ટક્કર મારતા ગાડી પલટી ખાઈ ગઈ હતી અને ટ્રેલરની નીચે કચડાઈ ગઈ હતી. તેમાં સવાર પાંચ વ્યક્તિમાંથી ત્રણના મોત થયા હતા અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. મિતેશભાઇ સવજીભાઈ ગોંડલીયા, મહેશભાઈ ગોંડલીયા તેમજ 7 વર્ષના બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ મહેશભાઈ નાનજીભાઈ, ઉ.વ.44, સંગીતાબેન મિતેશભાઈ તેમજ 12 વર્ષની દીકરીના મોત થયા હતા. હાઈવે પરથી પસાર થતાં રાહદારીઓએ ભારે જહેમત બાદ કચડાયેલી ગાડીમાંથી ઘાયલ વ્યક્તિઓ અને મૃતકોને બહાર કાઢ્યા હતા.

Advertisement

Share

Related posts

સાબરકાંઠા- જિલ્લાના ઇડર માં આજે સવાર થી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કારવામા આવી..દબાણ કર્તાઓમાં ફફડાટ છવાયો….

ProudOfGujarat

બજાજ ફાઇનાન્સ દ્વારા જાહેરમાં અડચણરૂપ કેરણના ઢગલા કરતા જામનગર મહાનગરપાલિકા એ દંડ ફટકાર્યો

ProudOfGujarat

ઝઘડીયા કારંટા રૂટ પર મીની બસને બદલે મોટી બસ ફાળવવા મુસાફર જનતાની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!