Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની ખાનગી શાળામાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ, વિદ્યાર્થીની અટકાયત

Share

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે તેના સહપાઠી વિદ્યાર્થીએ પ્રેમના પાઠ ભણાવી દુષ્કર્મ આચર્યું હતું. એક કરતા વધુ વખત દુષ્કર્મ આચરતા વિદ્યાર્થિની ગર્ભવતી થઈ જતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પોલીસે વિદ્યાર્થી સામે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના આધારે વિદ્યાર્થીની અટકાયત કરીને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કિશનવાડી વિસ્તારમાં રહેતો 19 વર્ષિય અલ્પેશ પરમાર પોતાના વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસ દરમિયાન તેને પોતાની સ્કૂલમાં જ અભ્યાસ કરતી 17 વર્ષિય વિદ્યાર્થીની સાથે મિત્રતા બંધાઇ હતી. અને સમય જતા બંને વચ્ચેની મિત્રતા નિર્દોષ પ્રેમમાં પરિણમી હતી. અલ્પેશ પરમાર સહપાઠી દિયા(નામ બદલેલ છે) ને પ્રેમના પાઠ ભણાવી તેનું અપહરણ કરીને આજવા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના એક અવવારું મકાનમાં લઇ ગયો હતો. જ્યાં તેને દિયાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અલ્પેશ પરમારના દુષ્કર્મનો ભોગ બનેલી દિયા ગર્ભવતી બની ગઈ હતી. દરમિયાન દિયા ગર્ભવતી બની જતા તે ગભરાઈ ગઇ હતી અને આ અંગેની જાણ પરિવારને કરતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- સજા પડે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

NCC ગૃપ વડોદરા દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય નર્મદા ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

હવામાન ખાતાની આગાહીના પગલે ઓલપાડમાં એન.ડી.આર.એફ ની ટીમ સ્ટેન્ડ બાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!