સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કરુણા અભિયાન નિમિત્તે વડોદરામાં પણ પક્ષી બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં તા. ૨૦.૦૧.૨૦૨૩ સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાને પહેલા જ દિવસે ૧૯ પક્ષીઓને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના અનુભવી વેટેરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં મકરપુરા, માંડવી ગેટ, સયાજી બાગ, બાળભવન ફોરેસ્ટ કચેરી, કલાદર્શન ચાર રસ્તા અને હરિનગર ચાર રસ્તા ગોત્રી સહિત પાંચ ફરતા પશુ દવાખાના અને બંને કરુણા એમ્બ્યુલન્સના વેટનરી ડોક્ટર ડો. ચિરાગ પરમાર ડો. મેઘા પટેલ , ડો.બીજલ ત્રિવેદી ડો.પાર્થ ગજ્જર, ડો. સતીશ પાટીદાર, ડો.પુષ્પેન્દ્ર પુવાર, ડો. પ્રજ્ઞા પ્રકાશ મિશ્રા, ડો. રવિ પટેલ અને તેમની ટીમ ભેગા મળીને કરુણા અભિયાનના પહેલા જ દિવસે ૧૯ ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેમના જીવ બચવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વડોદરા શહેરમાં પ્રથમ દિવસે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનની ટીમે ૧૯ ઘાયલ પક્ષીઓની કરી સારવાર
Advertisement