21 Gun Salute Concours d’Elegance ના 10 માં કાર અને બાઈક વિન્ટેજ પ્રદર્શનનો શુભારંભ આજે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
વડોદરાના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમજ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ સહિત રાજવી પરિવારે રીબીન કટ કરીને કર્યો હતો આ પ્રસંગે વિન્ટેજ કાર પ્રદર્શનના આયોજક મદનમોહન તેમજ વિદેશી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
આ પ્રદર્શનમાં 200 ઉપરાંત અદભુત જૂની રીસ્ટોર કરવામાં આવેલી વિન્ટેજ કાર તેમજ બાઈકોનું પ્રદર્શન લોકો ત્રણ દિવસ માટે નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ પ્રદર્શનમાં સૌથી વધુ વિન્ટેજ ગાડી વડોદરાની એમ.જી મોટર કંપનીની છે.