વડોદરામાં પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તેમજ તુક્કલનું વેચાણ કરતા વેપારીઓની અટકાયત કરવામાં આવી રહી છે. ચાઈનીઝ દોરીની રીલ સાથે આ અટકાયત કરાઈ રહી છે. કેમ કે, વડોદરા એકમાં જ બે લોકોના જીવ પતંગ દોરીના કારણે ઘાયલ થવાથી લોકોના થયા છે. વડોદરામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ ત્રણ દિવસ પહેલા ગળુ દોરીના કારણે કપાવાથી યુવકનું મોત નિપજ્યું હતું.
વડોદરામાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા કેટલાક વેપારીઓ ઝડપાયા હતા. ત્યારે અત્યારે એવી પણ માહિતી મળી રહી છે કે, પોલીસ કડક બનતા પોતાની ઓળખ છૂપી રહે તે માટે વેપારીઓ ફેક એકાઉન્ટ બનાવી રહ્યા છે. જો કે, વડોદરા પોલીસે આવા વેપારીઓને પકડી પાડવા માટે પણ કવાયત હાથ ધરી છે.
વડોદરામાં 4 દિવસમાં 2 લોકોના મોત થયા છે. સરકારી તંત્ર પણ ત્યાર બાદ વધુ એલર્ટ બન્યું છે. જો કે, હાઈકોર્ટે પણ આ સમગ્ર મામલે લાલ આંખ કરી છે. પોલીસે 15 વેપારીઓની ધરપકડ કરી છે. સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ સજ્જ બની છે. જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાવનારાઓ સામે ગુનો નોંધવામાં આવશે. ખાસ કરીને પોલીસ દ્વારા જાહેરનામું પણ આ મામલે બહાર પાડવામાં આવ્યું છે. તે છતાં પણ જીવલેણ દોરી લોકો ઉપયોગ કરી રહ્યા છે. જે કરવામાં આવી રહ્યો છે.
પોલીસ દ્વારા આ દોરી ના ખરીદવા માટે પણ અનુરોધ
પોલીસ દ્વારા આ દોરી ના ખરીદવા માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. સતત પોલીસે આ સઘન કામગિરી ચાલું રાખી છે ખાસ કરીને ફેક એકાઉન્ટ બનાવવાળા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે 20 ચાઈનીઝ દોરીના રીલ્સ જપ્ત કર્યા હતા. અલગ અલગ વિસ્તારમાં આ વેપારીઓની ધરપક કરવામાં આવી હતી. 5 હજારની 240 જેટલી રીલ્સ અત્યાર સુધીમાં જપ્ત કરાઈ છે. વડોદરા ગ્રામ્ય પોલીસ પણ એક્શનમાં જોવા મળી છે.