કોરોના મહામારી સમયે અનુયાયીઓ દ્વારા રક્તદાન જેવા ઉમદા કાર્ય થકી સૈયદ મુસ્તાકઅલી બાવાના ૭૪ માં જન્મદિવસની ઉજવણી કરી માનવસેવાની ઉમદા કામગીરી કરી હતી. ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા પીરે તરીકત સૂફીએ મીલ્લત સૈયદ મુસ્તાકઅલી બાવાના જન્મદિન નિમિત્તે સૂફી સંત ફૈઝ એકેડેમી સ્કુલ ખાતે જલારામ બ્લડ બેન્ક વડોદરાના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં ૭૪ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના સામે આખો દેશ લડી મળી લડી રહ્યો છે ત્યારે કલ્લા મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જે દ્વારા દર્દીઓને લોહીની તાત્કાલિક જરૂર ઊભી થાય ત્યારે લોહી મળી રહે તે માટે જલારામ બ્લડ બેંકના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી. બ્લડ ડોનેશન કેમ્પ યોજી સૈયદ મુસ્તાકઅલી બાવાના ૭૪ માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનુસભાઈ અમદાવાદી, રફીક શેખ, મોઇનભાઈ શેખ, યુનુસ ભાઈ કાઝી, બસીર પટેલ અને ફૈઝ સર્કલના મેમ્બરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે રક્તદાન કરનાર તેમજ હાજર સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કલ્લા ફૈઝ એકેડમી ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનો આજે ૨૬ મો કેમ્પ હતો. આજ સુધીમાં ૮૦૯૩ યુનિટ બ્લડ ડોનેટ માટે રક્તદાતાઓ બ્લડ ડોનેટ કર્યું છે. અહીં મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેટ કેમ્પ, સમૂહ સાદી પ્રસગ દ્વારા હિન્દૂ મુસ્લિમ સમાજના લોકોને લાભ મળતો રહે છે. આમ હિન્દૂ મુસ્લિમ સમાજમાં એકતાના પ્રતીક રૂપે પણ કલ્લા ફૈઝ એકેડમી ચેરીટેબલ ટ્રસ્ટ જાણીતું છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
વડોદરા : કરજણ તાલુકાનાં કલ્લા ખાતે સૈયદ મુસ્તાકઅલી બાવાનાં જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ.
Advertisement