Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ચાઈનીઝ દોરી(રિલ) નું વેચાણ કરતા બે ઇસમો હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા.

Share

વડોદરામાં મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષી પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, શહેરમાં ચાઈનીઝ દોરીથી ગળા કપાવવાની એક બાદ એક બે ઘટના સામે આવતા હવે પોલીસે ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે તવાઇ બોલાવી છે, ત્યારે પાણીગેટ પોલીસે હજારોના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા છે.

પાણીગેટ પોલીસ વિભાગે બાચવાવાડ સરકારી દવાખાના પાછળ મહાદેવ ટેકરા પાસેથી બે ઈસમો નામે મોહમ્મદ આસિફ મેમણ રહે.આજવા રોડ વડોદરા તેમજ આરીફ યાસીન શેખ રહે,વારસિયા વડોદરા નાઓને ચાઈનીઝ દોરી રિલનું વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડયા હતા.

Advertisement

પાણીગેટ પોલીસના દરોડામાં પોલીસે ૧૧૧ નંગ રિલ, મોબાઈલ ફોન નંગ ૩ મળી કુલ ૨૪,૧૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

સુરેન્દ્રનગરમાં ૧૫૦ મી ગાંધી જયંતિની ઉજવણી

ProudOfGujarat

કિમ રેલ્વે સ્ટેશન ખાતેથી ચોરીના મોબાઈલ ફોન સાથ ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યાભવન્સ G.I. P.C.L એકેડેમી નાની નરોલીમાં વાર્ષિક એન્યુઅલ દિવસની ઉજવણી થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!