Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ઉત્તરાયણ પહેલાં ચાઇનીઝ દોરીએ લીધો ભોગ, ચાઇનીઝ દોરીથી ગળું કપાતાં 30 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત

Share

રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર પહેલા જ પતંગના દોરાથી ગળા કપાવવા જેવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં વડોદરા ખાતે એક આશાસ્પદ યુવકનું મોત થયું છે, નેશનલ ગેમ રમી ચુકેલા હોકી પ્લેયરે ચાઇનીઝ દોરીથી જીવ ગુમાવ્યો છે.

વડોદરાના નવાપુરા વિસ્તારમાં રબારી વાસ પાસે આ કરૂણ ઘટના સર્જાતા ગિરીશ બાથમ નામનો યુવક દંતેશ્વર વિસ્તારનો રહીશનું મોત નીપજ્યું છે. ચાલુ બાઇકે ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાઇ ગયું હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે, ઘટનામાં ચાઇનીઝ દોરીથી યુવકનાં ગળાની તમામ નસો કપાઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા ઇલિયટ, ઇઝરાયેલમાં મિસ યુનિવર્સ 2021 ના ​​પેજન્ટમાં $1.6 મિલિયનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

ProudOfGujarat

મહિલા સશક્તિકરણના ભાગરૂપે આજથી શરૂ થનાર કમલ મિત્ર અભિયાન અંગે પ્રદેશ ભાજપ મહિલા મોરચના પ્રમુખ ડો.દિપિકા સરડવાએ પત્રકાર પરિષદ સંબોધી

ProudOfGujarat

અંકલેશ્વરનાં કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!