Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

Share

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાના સયુંક્ત ઉપક્રમે પંડિત દિનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના આશયથી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના પંડિત દિનદયાળ નગરગૃહ ખાતે ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો હતો. આ કેમ્પમાં વડોદરા શહેર જિલ્લાના ૧૦૩ જેટલા સ્વસહાય જૂથો માટે રૂ.૧૭૮.૦૦ લાખની રાશિ બેંકો દ્વારા મંજુર કરવામાં આવી છે. આ ૧૦૩ સ્વસહાય જૂથોને રૂ.૧૭૮.૦૦ લાખની રકમનું આજે વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે સખીમંડળની બહેનો સાથે રસપ્રદ વાર્તાલાપ કરી પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું. મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ આર્થિક રીતે પગભર બને તેવા આશયથી સખીમંડળ શરૂઆત કરી હતી. મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ સાધીને સશક્ત બને તે માટે સરકાર સતત કાર્યરત છે. સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની સન્માનભેર જીવન જીવી રહી છે, ત્યારે તેઓ રાજ્યના વિકાસમાં વિશિષ્ટ યોગદાન આપે તે માટે સરકાર કરોડોની લોન સહાય આપી રહી છે. આ અવસરે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ જણાવ્યું હતું કે, સરકારની તમામ યોજનાઓનો લાભ લઇને મહિલાઓ પગભર થઈ રહી છે. વધુમાં ગુજરાતમાં આત્મનિર્ભરતા તેમજ મહિલાસશક્તિકરણની દિશામાં નોંધપાત્ર કાર્ય થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

મહિલાઓના આર્થિક સશક્તિકરણના ધ્યેયને સાકાર કરતા આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર મીતાબેન જોશી, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિવિધ સમિતિના ચેરમેન તથા મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના રાજપીપળામાં 50 વર્ષનો એક આધેડ પોતાનું જીવનું જોખમમાં નાખી લોકોના જીવ બચાવ્યા.

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયતના કર્મચારી નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!