Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વારસીયા વિસ્તારમાં ખાડામાં પડેલ બાળકનું રેસ્ક્યુ કરાયું.

Share

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા સરસીયા તળાવની સામે જમનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ખાડામાં પડી ગયેલા બાળકને ભારે જહેમત બાદ ફાયરના લાશ્કરો એ સ્થાનિક લોકોના મદદથી રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડ્યું છે. જેસીબી મશીનથી ખાડાની બાજુમાં અન્ય ખાડો ખોદીને ફાયરના લાશકરો એ તે ખાડામાં ઉતરીને બાળકને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યું છે. બનાવને લઈને લોકટોળાં સ્થળ પર એકત્ર થતાં પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચીને કામ વગરના લોકોને ઘટના સ્થળથી હટાવીને રેસક્યુ કામગીરીમાં મદદ કરી હતી. ખાડામાં પડનાર બાળકનું નામ અરુણ માવી હોવાની વિગત સામે આવી છે. આ બાળકનું પરિવાર હાલ મંદિરમાં નિર્માણ કાર્ય માટે મજૂરીનું કામ કરી રહ્યું હતું તે પહેલા આ બનાવ બન્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

Advertisement

Share

Related posts

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વિરમગામ તાલુકામાં આયુષ્યમાન ભારત દિવસે મેડિકલ કેમ્પ યોજાયા

ProudOfGujarat

વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ હાઈવેના નિર્માણ માટે સુરત જિલ્લાની સંપાદીત જમીનોના ખેડુત ખાતેદારોને સંતોષકારક વળતર આપવાનો પ્રારંભ.

ProudOfGujarat

વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દેખાયેલા દિપડાને રેસ્ક્યુ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!