વડોદરામાં હાથીના દાંત અને ગેંડાના શિંગડાની ચીજવસ્તુઓ વેચતા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાને આ અંગે બાતમી મળતા વન વિભાગે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
વડોદરા શહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે વન વિભાગ અને પ્રાણી ક્રુરતા નિવારણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાએ દરોડા પાડ્યા હતા.તે દરમિયાન એક કટલેરીની દુકાનમાં ગેરકાયદે વેચાતી હાંથી દાંતની ચીજવસ્તુઓ અને ગેંડાના 2 શિંગડા સાથે દુકાન સંચાલક 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. બાતમીના આધારે દરોડા વન્ય જીવોના સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા જીએસપીસીએ અને મુંબઇની એક સંસ્થાને બાતમી મળી હતી કે, વડોદરામાં રાવપુરા વિસ્તારમાં આવેલા જે. ડી. કલેક્શન નામના કટલેરી સ્ટોરમાં ઇમિટેશન જ્વેલરીની આડમાં હાંથીદાંતની ચીજ વસ્તુઓ અને વન્ય પ્રાણીઓના અંગોનું વેચાણ થઇ રહ્યું છે એટલે સંસ્થા દ્વારા વનખાતાને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દુકાન સંચાલકો કિરણ પ્રકાશભાઈ શાહ અને જિગ્નેશ મુકેશભાઈ સોની દુકાનમાં હાથીદાંતની ચીજ વસ્તુઓ વેચતા પકડાયા હતા. ઉપરાંત કિરણ પ્રકાશભાઇ શાહના ઘરેથી ગેંડાના બે શિંગડા પણ મળી આવ્યા હતા. હાલમાં 2 ની ધરપકડ હાલમાં વનવિભાગ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા છે.
વડોદરાના રાવપુરા વિસ્તારમાં હાથીદાંતની વસ્તુ-ગેંડાના શિંગડા વેચતા 2 આરોપીઓ ઝડપાયા.
Advertisement