વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે અહીં વિવાદનું કારણ પઠાણ ગેંગ છે. આ ગેંગ દ્વારા બે વિદ્યાર્થીઓ પર હુમલો કરી અને લુખ્ખાગીરી શરુ કરતા વિદ્યાર્થીઓમાં ભારે ભયનો માહોલ છે.
આ ગેંગ દ્વારા વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવી હતી. સેકન્ડ યરની બીકોમની વિદ્યાર્થીઓએ છેડતી કરી હતી. અહીંથી વિદ્યાર્થીનીઓ પસાર થઇ રહી હતી તે દરમિયાન બિભસ્ત ઈશારાઓ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય વિદ્યાર્થી પઠાણ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વિદ્યાર્થીનીએ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાની માહિતી પણ સામે આવી રહી છે. તેવામાં આ ગંદી માનસિકતા છતી થતા અટકાયત કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી રહી છે.
એમએસ યુનિવર્સીટી સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. તેવામાં ફરી એકવાર તેની સિક્યોરિટી સીસીતામ અને કર્મચારીઓ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.આ પઠાણ ગેંગના સભ્યો હવે સત્તાધીશોને પણ પડકાર ફેંકી રહ્યા હોય તેમ અનેક વખત ડખ્ખાઓ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોમર્સ વિભાગમાં અનેક વખત વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના બનાવોને અંજામ આપવામાં આવી રહ્યો છે. તેવામાં અનેક વખત આવા બનાવો બનતા સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.