Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાની અજબડી મિલ કમ્પાઉન્ડમાં મુકેલ કારમાં આગ લાગતાં અફરાતફરી.

Share

વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી અજબડી મીલના કમ્પાઉન્ડમાં મુકેલી કારમાં આજે બપોરે એકાએક આગ લાગવાની ઘટના બની છે. આગ લાગના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. ફાયર વિભાગને જાણ થતા જ લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે. સમગ્ર ઘટનામાં કોઇ ઇજા અથવા જાનહાની નોંધવામાં આવી નથી.

આજે વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી અજબડી મીલ કમ્પાઉન્ડમાં મુકેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા જ તાત્લાકિક લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ પર કાબુ મેળવવાની કામગીરી સમયસર કરવાને કારણે તેને ફેલાતા અટકાવી શકાઇ હતી. સદનસીબે આગ પર સત્વરે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવતા સ્થાનિકોને હાશકારો થયો છે.

Advertisement

Share

Related posts

માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન મધરાત્રીના 1 ડિગ્રી પર પહોંચતા લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે

ProudOfGujarat

જન આક્રોશ બાદ જન પ્રતિનિધિઓ જાગ્યા – ભરૂચ ઝાડેશ્વર તવરા રોડનું સમારકામ શરૂ કરાયું

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!