વડોદરામાં શાહરુખ ખાનની આવનારી પઠાણ ફિલ્મનો વિરોધ ઉઠ્યો છે. હિન્દૂ જાગરણ મંચ વડોદરા મહાનગર તરફથી આ ફિલ્મને વડોદરાની કોઈ પણ સિનેમામાં રિલીઝ ન કરવા માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે તેમના દ્વારા વડોદરાના તમામ થિયેટરોમાં જઈને પઠાન ફિલ્મનો વિરોધ દર્શાવતા પોસ્ટરો હટાવડાવ્યા છે.
પઠાણ ફિલ્મને લઈને જેવી વાત સર્જાયો છે તે બાદ હિન્દુવાદી સંગઠનો એ આ ફિલ્મ રિલીઝ ન થવા દેવાની જાહેરાત કરી છે. વડોદરામાં હિંદુ જાગરણ મંચના આગેવાનોએ મલ્ટિપ્લેક્સમાં જઈ આ ફિલ્મ થોડા જ દિવસોમાં મલ્ટિપ્લેક્સમાં આવી રહી હોવાના લગાવવામાં આવેલા પોસ્ટરો દૂર કર્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરતાં પોસ્ટરો આગેવાનો હટાવતાં હોવાનું જોવા મળી રહ્યું છે.
પઠાન ફિલ્મના ટ્રેલર બાદ તેનું બેશરમ રંગ ગીત રીલીઝ થયું હતું. જેમાં દીપિકા પાદુકોણે ભગવા રંગના કપડા પહેર્યા હોવાથી લોકો દ્વારા તે ભગવા રંગનું અપમાન માનવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં આ ગીતને લઈ લોકોએ દીપિકાના કપડાનો રંગ બદલવાની માંગ કરી હતી. જે બાદ વિવાદ વકરતા હવે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આ ફિલ્મને રિલીઝ ન કરવાની અને બોયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.