વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત અનેક કામગીરી કરવામાં આવી છે પરંતુ ગોત્રી તળાવ પાસે સ્મશાની બાજુમાં જ કોર્પોરેશન દ્વારા વિસામો નાગરિકોના ટેક્સના રૂપિયાથી ખુબ સુંદર આયોજન કરાયું છે, કહી શકાય કે હાલમાં કચરા અને ધુળ ખાતી હાલતમાં જોવા મળે છે સાથે કેટલાક ગરીબ પરિવારના લોકો નીચે સુતેલા નજરે પડે છે સાથે વિસામો બનાવ્યા બાદ કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતનું ધ્યાન ન આપતા હાલમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે સાથે રાત્રિના સમયે દારૂની મહેફિલ ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. આજરોજ પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા તપાસ કરતા જોવા મળ્યું હતું કે કોર્પોરેશન દ્વારા લાખોના ખર્ચે બનાવેલ વિસામાને સાર સંભાળ ન રાખતા આજે ખંડેર હાલતમાં જોવા મળે છે સાથે જણાવ્યું હતું કે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું મસ મોટું ષડયંત્ર રચવુ હોય તેમ લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કેટલીક કામગીરી અધુરી જોવા મળે છે. વડોદરા શહેરના મેયર મ્યુ. કમિશનર, ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ સ્થિતિ તપાસીને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવું જોઈએ જેથી સ્થાનિક બાળકો, સીનીયર સીટીઝનો તેમજ મહિલાઓને સુવિધાઓ મળી શકે છે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી.
વડોદરા ગોત્રી તળાવ પાસે બનાવેલ વિસામો શોભાના ગાંઠિયા સમાન…!!!
Advertisement