Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલ-વડોદરા હાઇવે ઉપરથી લાખોની કિંમતનો શરાબ ભરેલ ટ્રક ઝડપાઇ

Share

વડોદરા ક્રાઇમ બ્રાંચની ટિમ હાલોલ-વડોદરા હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતી દરમિયાન RJ 32 GC 1321 નંબરની ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકી ટ્રક સવાર ચાલક દેવાનંદ કાશીરામ દાણક રહે,તુંબાહેરી (હરિયાણા) ની ટ્રકના સામાન અંગે પૂછપરછ કરતા ચાલકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો,જે બાદ ક્રાઇમ બ્રાંચે ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબ હોવાનું માલુમ પડ્યું હતું.

વડોદરા ક્રાઇમ બ્રાંચે મામલે ૧૫૫૬૪ જેટલી ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલો સહિત કુલ ૩૬,૧૯,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે તપાસના ધમધમાટ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશાનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટનો માહોલ છવાયો હતો.

Advertisement

Share

Related posts

વાંકલ: માંગરોળ પંથકમાં ભેંસોની ચોરી કરતી ટોળકી સક્રિય: વેરાકુઈ ગામેથી રાત્રી દરમિયાન આંગણામાં બાંધેલી ભેંસો ચોરી ગયા..!

ProudOfGujarat

નડિયાદમાં વરસાદના હળવા ઝાપટા બાદ બફારો અને ઉકળાટ.

ProudOfGujarat

ચોરીની નવ મોટરસાયકલ સાથે ત્રણ ઈસમોને એસ.ઓ.જી વડોદરા ગ્રામ્યએ ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!