Proud of Gujarat
Uncategorized

વડોદરાની નર્સરીઓમાં ઔષધીય વનસ્પતિની માંગને લઈ બે લાખ તુલસીના રોપા ઉછેરાશે.

Share

સામાજિક વનીકરણ વિભાગ હેઠળ વડોદરા શહેરના સયાજીબાગ પાછળની જગ્યામાં એક અને પોર તેમજ ફાજલપુરમાં બે મળીને કુલ ત્રણ નર્સરીઓ એટલે કે રોપ ઉછેર કેન્દ્રો છે જ્યાં લગભગ બારેમાસ અવિરત રોપા ઉછેરનું કામ ચાલે છે.

આશીર્વાદરૂપ ઔષધીય વનસ્પતિઓ અંગે સમાજમાં જાગૃતિ અને તેના રોપાની લોકમાંગ વધી છે. તેને અનુલક્ષીને અમે પહેલીવાર તુલસીના રોપા ઉછેરવાનું આયોજન કર્યું છે તેવી જાણકારી આપતાં પરીક્ષેત્ર વન અધિકારી કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે તુલસી ઔષધીય વનસ્પતિ છે અને એના રોપાંની માંગ ઘણી છે. તેને અનુલક્ષીને અમારી નર્સરીઓમાં શંકુ આકારના પ્લાસ્ટિકના રુટ ટ્રેનરમાં ૨ લાખ તુલસી છોડ ઉછેરવાનું આયોજન કર્યું છે.
યાદ રહે કે ઉપર જણાવેલી નર્સરીઓમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવાની કામગીરી લગભગ બારેમાસ સતત ચાલતી રહે છે. મનરેગા અને ખાતાકીય યોજનાઓ હેઠળ આ રોપ ઉછેરની આ કામગીરી શ્રમજીવીઓને રોજગારી પણ આપે છે તો બીજી તરફ ખાતાકીય વાવેતર અને લોકમાંગ પ્રમાણે છોડ ઉપલબ્ધ કરાવે છે.

ખેડૂતો ઉત્તમ પ્રકારની નીલગીરીના વાવેતરથી પૂરક આવક મેળવે એવા આશયથી ગયા વર્ષે વિભાગે ૧૩ હજાર જેટલા કલોનલ નીલગીરી રોપાનું ખેડૂતોને જોગવાઈઓને આધીન વિતરણ કર્યું હતું. શ્રી રાજપૂત જણાવે છે કે ગ્રામ વિસ્તારમાં મોટેભાગે ખેતરના પાળા શેઢા પર ઉછેરી શકાય એવી વનસ્પતિઓની માંગ વધુ છે તો શહેરી વિસ્તારમાં આંગણ અને છત ઉદ્યાન – home and terrace garden ને અનુકૂળ ફૂલ, ફળ અને સુશોભન વૃક્ષ પ્રજાતિઓના રોપાની માંગ હોય છે. તેને ધ્યાનમાં રાખીને બંને પ્રકારનો રોપ ઉછેર વન વિભાગ કરે છે. થોડા સમય પહેલા જોખમ હેઠળની વનસ્પતિઓને સાચવવા બાઓબાબ – રુખડો, અંકોલ અને રાવણતાડના રોપાં એક પ્રયોગ તરીકે ઉછેરવામાં સફળતા મળી હતી. તત્કાલીન નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાની પ્રેરણાથી તે સમયના પરિક્ષેત્ર વન અધિકારી નિધિ દવે અને નર્સરીની ટીમે આ પ્રયોગ કર્યો હતો. આમ, સામાજિક વનીકરણ વિભાગ વડોદરા હેઠળની નર્સરીઓ રોપા ઉછેરી પર્યાવરણને નવું જીવન આપવાની ઉપયોગી પ્રવૃત્તિ કરે છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર કેશવપાર્ક વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલ સામેથી દારૂ ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર પીરામણ ખાતે અહમદ પટેલ ના હસ્તે ધ્વજવદન…

ProudOfGujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દિવાન ધનજીશા હાઇસ્‍કુલ – ઝઘડીયાની શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!