પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રધાનમંત્રી પર કરેલા આપત્તિજનક અશોભનીય નિવેદન ના વિરોધમાં આજે જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન અને આવેદનપત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો એ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલની આગેવાનીમાં સમાના જિલ્લા ભાજપ કાર્યાલય બહાર પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળાં દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ યુવા મોરચા અને જિલ્લા ભાજપના આગેવાનો એ જિલ્લા સેવા સદન કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર બી એસ પ્રજાપતિને આ પત્ર આપી રજૂઆત કરી હતી.
Advertisement