વડોદરા શહેરના હરણીથી સમા જતા લિંક રોડ વચ્ચે અંડર કેબલનું કામગીરી કરતા પીવાના પાણીની લાઈનમાં મસ મોટું ભંગાણ સર્જાયું જેના કારણે હજારો ગેલન પીવાનું પાણી આજુબાજુના ખાડાઓમાં ભરાઈ ગયા સાથે જે સાંજનો ધંધો કરતા નાના નાના વેપારીઓ હતા તેમના વાસણો તણાઈ ગયા કપડા તણાઈ ગયા શાકભાજી પણ તણાઈ ગયા હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અંડર કેબલની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે. અંડર કેબલિંગનું કામ કરતાં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ કામગીરી કરવાના કારણે ક્યાંક ગેસ લાઇન લીકેજ થાય છે ક્યાંક ડ્રેનેજ લાઈન લીકેજ થાય છે અને પીવાના પાણીની લાઈનો પણ લીકેજ કરે છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામચીની માંગ છે.
Advertisement