આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,વડોદરા સંચાલિત વીર નર્મદ પ્રાથમિક શાળા, તરસાલી ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, વડોદરા આયોજિત ઝૉન ક્ક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ, માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં વિકાસ, ઇકો ફ્રેન્ડલી સામગ્રી, પર્યાવરણ સંબંધી ચિંતા અને પરિવહન જેવા વિષય કુલ 6 વિભાગમાં કુલ 45 કૃતિઓ મૂકવામાં આવી હતી. આ પ્રદર્શનમાં 40 સરકારી પ્રાથમિક શાળાઓ અને 5 ખાનગી શાળાઓએ ભાગ લીધેલ હતો. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય “ટેક્નોલૉજી અને રમકડા” હતો. આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,વડોદરાના ચેરમેન હિતેશ પટણી, વાઇસ ચેરમેન ડોં. હેમાંગ જોષી, શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, માન. સભ્ય કિરણભાઈ સાળુંકે, સભ્ય નિલેષભાઈ કહાર, સભ્ય રીટાબેન માંજરાવાલા, સભ્ય શર્મિષ્ઠાબેન સોલંકી, સભ્ય આદિત્યભાઈ પટેલ, વિસ્તારના મ્યુન્સિપલ કાઉન્સીલર નિલેશભાઇ રાઠોડ, પ્રીતિબેન ભટ્ટ, શૈલેષભાઈ પાટિલ અને સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં 100 થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ પોતાની આંતરસૂજ અને વૈજ્ઞાનિક અભિગમના આધારે વિવિધ કૃતિઓનું નિર્માણ કર્યું હતું.
માન. વાઇસ ચેરમેનએ સ્વાગત પ્રવચનમાં વિધ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ બાળકો આગામી સમયમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લે એ માટે પ્રોત્સાહિત કર્યા હતા. માન. ચેરમેનએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતું કે આજના બાળકો આવતીકાલનું દેશનું ભવિષ્ય છે અને તેઓ વિશ્વમાં દેશનું નામ રોશન કરવાના છે. આવા પ્રદર્શન થકી તેઓને પોતાની સ્કિલ બતાવવાનો મોકો મળે છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે NEP 2020 અંતર્ગત પણ વડાપ્રધાનએ સ્કિલના વિકાસ પર વિશેષ ધ્યાન આપેલ છે. ત્યારબાદ તમામ મહાનુભાવો એ ગણિત-વિજ્ઞાન પ્રદર્શને ખુલ્લુ મુકેલ હતું અને વિવિધ કૃતિની મુલાકાત લઈ બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.
વડોદરા : તરસાલી ખાતે વીર નર્મદ પ્રાથમિક શાળામાં ઝૉન કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
Advertisement