Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : EMRI ની ટીમ એ પ્રસુતિની વેદનાથી પીડાતી માદા શ્વાનની વ્હારે આવી બચાવ્યો જીવ.

Share

વડોદરા શહેરના જામવા વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે છેલ્લા બે દિવસથી એક માદા શ્વાન પ્રસુતીની પીડામાં પીડાઈ રહી હતી. ત્યાં એક પેટ્રોલ પંપવાળા ભાઈની નજર ઘટના પર પડી, જેને થોડો પણ સમય ગુમાવ્યા વગર તુરંત જ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ૧૯૬૨ પશુ હેલ્પલાઇનને કોલ કરી મદદ માંગી હતી.

ડો. ચિરાગ અને તેમની ટીમે જાણવા મળ્યું કે આ માદા શ્વાન છેલ્લા બે દિવસથી પ્રસુતિની પીડાથી પીડાઈ રહી હતી. તેની હાલત પણ ખૂબ જ ગંભીર હતી કારણ કે છેલ્લા એટલે બે દિવસમાં તેના પેટમાં તેના બચ્ચાં જીવતા હતા કે મૃત્યુ પામેલ હતા પરંતુ વર્ષોનો અનુભવ અને ડો. ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહની સુઝબુઝથી બે કલાકની ભારે જહેમત બાદ તેના પેટમાંથી બચ્ચા બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ પ્રસુતિની પીડા વધુ હોવાથી અને સમય વીતી ગયેલો હોવાથી બચ્ચાં મૃત હાલતમાં હતા. પરંતુ તાત્કાલિક સારવાર મળવાની લીધે માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ડો. ચિરાગ અને તેમની ટીમ દ્વારા માદા શ્વાનને જરૂરી ફ્લુડ થેરાપી અને જરૂરી એન્ટિબાયોટિક ઈન્જેકશન આપી તેનો જીવ બચવામાં આવ્યો હતો. જીવદયાનું આ કામગીરી જોઈ પેટ્રોલ પંપના માલિક અને અન્ય સ્ટાફે ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાના અલકાપુરીમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડાનાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ડેડીયાપાડાના ઉપલીમોહબુડી ગામે વીજળી પડતા બે ના મોત, 5 ની હાલત ગંભીર.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી SBI બેંકમાં પાંચ સ્ટાફ કર્મીને કોરોના પોઝિટિવ આવતા ચાર દિવસ કામકાજ બંધ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!