વડોદરાની ભારતીય રેલ અકાદમી સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયે સૌ પ્રથમ બ્લેન્ડેડ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત એક સપ્તાહ માટે એઆઈસીટીઈ તાલીમ અને અટલ લર્નિંગ એકેડેમીએ સંયુક્ત રીતે “સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલ્યુશન અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ પર પાંચ દિવસિય પરિસંવાદ યોજવામાં આવ્યો છે.
ભારતની સૌ પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સીટીનો દરજ્જો વડોદરા સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયને મળ્યો છે ત્યારે એક ડાઓટ માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત વિવિધ વક્તાઓ આવીને સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલ્યુશન અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ પર તેમના વિચારો પ્રકટ કરશે, કાર્યક્રમના પ્રારંભે ગતિ શક્તિ યુનિવર્સીટીના ઓએસડી ડો.સુજીત મિશ્રાએ ઉદબોધન કરીને સિંગલ યુઝ પ્લાસ્ટીકને કારણે વર્તમાન પરિસ્થિની જાણકારી આપી હતી. તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ આંત્રપ્રિન્યોરશીપ તકો પર ટેકનિકલ સત્ર યોજીને વિગતવાર જાણકારી આપી હતી. આ પરિસંવાદના સંયોજક ડૉ. વી ચિંતલાએ આ વિશે વધુ જાણકારી આપી હતી.
વડોદરા : “સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલ્યુશન અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ પર પાંચ દિવસિય પરિસંવાદ યોજાયો.
Advertisement