Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં બળવો કરનાર અપક્ષ નેતા મધુ શ્રીવાસ્તવ જાણો આગળ છે કે, પાછળ અન્ય બેઠકો પર શું છે સ્થિતિ

Share

મધ્ય ગુજરાતની 61 બેઠકો પર ઈવીએમની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપ 56 બેઠકો પર આગળ છે. વડોદરામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. 8 બેઠકો પર કોંગ્રેસ 1 બેઠક પર અને અપક્ષ 1 બેઠક પર આગળ છે જ્યારે બાકીની બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. વડોદરામાં બળવો કરનાર અપક્ષ નેતા મધુ શ્રીવાસ્તવ પાછળ, ભાજપ નેતા યોગેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવને લઈને સૌ કોઈની નજર હતી ત્યારે તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે.

અગાઉ સતત ચર્ચામાં રહેતા અને ભાજપથી ટિકિટ ના મળતા અપક્ષમાં ઉભા રહેલા બળવાખોર નેતાઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જેમાં વડોદરા પણ મુખ્ય સીટોમાં સામેલ છે. 2017 માં ભાજપે મધ્ય ગુજરાતમાં 37 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 22 બેઠકો જીતી હતી. જ્યારે અપક્ષનેએ 2 બેઠકો મળી હતી.

Advertisement

વાઘોડિયા બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ અને અન્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના અપક્ષ ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ માટે મુશ્કેલ બન્યો છે. વાઘોડિયા બેઠક જાળવી રાખવા માટે જિલ્લા ભાજપે તનતોડ પ્રયાસ કર્યો હતો. જોકે વાઘોડિયામાં ચૂંટણી પ્રચાર અને મતદારોના મિજાજને જોતા ભાજપ માટે આ બેઠક જીતવી મુશ્કેલ છે. વર્તમાન પરિસ્થિતિમાં એવું લાગે છે કે આ બેઠક નસીબના બળ પર જ જીતવામાં આવશે. મોંઘવારી, બેરોજગારી અને વિકાસના મુદ્દે વાઘોડિયા બેઠકના ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2017 માં ભાજપના મધુ શ્રીવાસ્તવ આ બેઠક પરથી જીત્યા હતા.

માંજલપુર બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલને 8 મી વખત રિપીટ કર્યા છે. ભાજપના આ ઉમેદવાર અહીં સતત જીતતા આવ્યા છે ત્યારે 76 વર્ષના હોવા છતાં પણ તેમને આ વખતે પણ તેમનો દબદબો કાયમ રાખ્યો છે. તેઓ અત્યારે કાઉન્ટીંગમાં આગળ જોવા મળી રહ્યા છે.


Share

Related posts

ભરૂચ, દહેજ બાયપાસ રોડ પાસે આવેલ મુન્શી વિદ્યાધામમાં વેકસીનેશન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ : 5 ફૂટ લાંબો મગર અણખી ગામ ખાતેથી કેવી રીતે મળી આવ્યો…

ProudOfGujarat

પાલેજ ખાતે પોષણ માહ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!