Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાની શહેર વાડી વિધાનસભા બેઠકના ઉમેદવાર મતદાનથી વંચિત..જાણો કેમ?

Share

વડોદરાની શહેર વાડી વિધાનસભાના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા છેલ્લા બે વખતથી મતદાનના દિવસે મતદાન કરવા જતા તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેઓ મતદાનથી વંચિત રહી જાય છે. આ બાબતે તેઓએ સરકારી કચેરીઓના અનેક ધક્કાઓ ખાધા બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શહેર વાડી વિધાનસભા બેઠકના ઉમેદવારને જ્યારે તેઓ મત આપવા માટે પહોંચ્યા ત્યારે તેમનું નામ મતદાન યાદીમાં ન હોવાથી તેમને મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું. જીવિત હોવા છતાં તેમનું નામ મતદારયાદીમાંથી નીકળી ગયું હોવાથી તેમને કોઈ સરકારી લાભ પણ મળતા નથી ત્યારે આજે તેઓએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વર્ણવી હતી અને તંત્ર મદદ કરે તેવી રજૂઆત મીડિયાના મારફતે કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા: ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ..!

ProudOfGujarat

ભરૂચ : મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ધરણાં પ્રદર્શન

ProudOfGujarat

દારુબંધી છે તેવા ગુજરાતમાં બરવાળાની અંદર લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક 27, હજુ પણ 43 સારવાર હેઠળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!