Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : કોટંબીની VIER સંસ્થા ખાતે અચૂક મતદાનના સંકલ્પ સાથે મોક ચૂંટણી યોજાઈ.

Share

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં જયારે વોટવેવ ચાલતો હોય ત્યારે વડોદરાવાસીઓ પણ ચૂંટણી પ્રક્રિયાને લઈને ખુબ ઉત્સાહિત છે. એમાં જ્યારે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ અને પોતે પ્રથમ મતદાર તરીકે પોતાની ફરજ નિભાવવા ઉત્સુક હોય તેવા કોલેજીયનોની ઉત્સુકતા અને આતુરતા સૌને પ્રેરણા પુરી પાડતી હોય છે.

કોટંબી ખાતે આવેલી એન્જીનીયરિંગ સંસ્થા VIER કેમ્પસમાં મતદાન કરવું એ કેટલું મહત્વનું હોય છે એના સંદેશા સાથે કેમ્પસના વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓ દ્વારા વૉલ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા હતા. કોઈએ મત આપવા અંગેનો સંદેશો પોતાના ચિત્રમાં પ્રસ્તુત કર્યો તો કોઈએ વળી લેખિતમાં સૂત્રો થકી રજૂ કર્યો હતો. કોઈએ રંગોળી દોરીને તો ઘણાયે ગ્રુપમાં ખુબ સરસ રીતે નાટ્યત્મક શૈલીથી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.જેમાં દરેક વિદ્યાર્થીએ ચૂંટણીને ધ્યાને રાખી કોઈને કોઇ સંદેશો પોતાના અલગ અંદાજમાં પ્રસ્તુત કર્યો હતો.

ખરેખર તો લોકશાહીમાં ચૂંટણી એ સરકારની પસંદગી કરવાનો એક ન્યાયી માર્ગ છે. મહત્વની સરકાર અંગેનો સાચો નિર્ણય લેવાનો અવસર છે. કેવા નેતા પસંદ કરવા અને મતદારના ફકત એક જ મતમાં કેટલી તાકાત રહેલી છે એનો સંદેશો પોતાના નાટકમાં ખુબ જ સરસ અને શાબ્દિક રીતે વિદ્યાર્થીઓએ રજૂ કર્યો હતો.ગુજરાતનું ભાવિ લખવાનો મોકો આપણને મળ્યો છે જેને ચુક્યા વગર મત આપીને નિર્ણાયક પગલું લેવાની અપીલ ગુજરાતની જનતાને આ વિદ્યાર્થીઓએ કરી હતી.લોકો થકી, લોકો વડે, લોકો માટે ન્યાયિક રીતે કરવામાં આવતી પ્રક્રિયા એટલે ચૂંટણી, જેમાં ફકત અને ફકત જનતા જ જનાર્દન હોય છે અને સરકાર પસંદ કરવાનો મોકો મળતો હોય છે. જેથી આ અવસરને ચુક્યા વગર, ભૂલ્યા વગર સૌએ મતદાન અચૂક કરવું અને લોકોપયોગી કાર્ય કરનાર યોગ્ય નેતાને જ મત આપવા અંગેની અપીલ આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમના અંતે ટોક શો ના કાર્યક્રમ થકી ડૉ. મીતા જોષી તેમજ ડૉ. સુધીર જોષીએ વિદ્યાર્થીઓને ચૂંટણી અંગેની સમગ્ર સમજ તેમજ તેઓના પ્રશ્નોના ઉત્તર આપીને એક જાગૃત નાગરિક તરીકે જાણી સમજીને પછી જ મત આપવા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

Advertisement

આ મોક ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતા જોષી, આયુર્વેદિક અધિકારી ડૉ. સુધીર જોષી, VIER ના મેનેજીંગ ટ્રસ્ટી જીગ્નેશકુમાર એમ. પટેલ, ટ્રસ્ટી શશીકાંત એમ. પટેલ અને પ્રિન્સિપાલ જયેશકુમાર એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ કેમ્પસના અન્ય સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Share

Related posts

રાજપીપલા: નર્મદાનું સુપ્રસિદ્ધ દેવમોગરા માઈ મંદિર 11મી થી ભક્તોના દર્શન માટે ખુલશે.

ProudOfGujarat

પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

જૈન સમાજના શિખરસ્થ મુનિ, રાષ્ટ્રીય એકતા, સામાજીક અને ધાર્મિક સમરસભા માટે સદેવ કાર્યરત એવા સેવા સંત રૂપમુનિજી મ.સા.નાં સંથારા અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે શોક વ્યક્ત કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!