Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના પાદરામાં અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા દોડધામ.

Share

વડોદરાના પાદરા ખાતે એક સામાજીક પ્રસંગ દરમિયાન ૧૨૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા ભારે દોડધામ મચી હતી. બાળકો અને મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી.

એક સામાજિક પ્રસંગ દરમિયાન જમવાનું આરોગ્યા બાદ આ ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, ઘટના બાદ વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી હતી તેમજ આરોગ્ય વિભાગની ટિમને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી.

અચાનક બનેલ ઘટનાના પગલે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગેની જાણકારી મેળવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : નાની નરોલી જીલ્લા પંચાયત અને ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકો પર ભાજપે બાઈક રેલી યોજી.

ProudOfGujarat

પંચમહાલના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના જંગલ વિસ્તારમા લાગેલી આગ પર કાબુ મેળવવા તંત્રની દોડધામ

ProudOfGujarat

પંચમહાલ : પતિનાં લગ્નેત્તર સંબંધનાં પરિણામે ભાંગવાની અણીએ પહોંચેલ લગ્નજીવન બચાવતી અભયમ મહિલા હેલ્પલાઈન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!