Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા ૧૦૮ જીવન રક્ષક સેવાના સેવકોની માનવતા.

Share

નિષ્ઠા અને પ્રામાણિકતા એ જીવન રક્ષક સેવા ૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસના કર્તવ્યનિષ્ઠ સેવકોનો જીવનમંત્ર છે એ વાત એકથી વધુ વાર અગાઉ પુરવાર થઈ ચૂકી છે.

આજે ફરજ સાથે પ્રામાણિકતાની ઉજ્જવળ પરંપરામાં વડોદરા ૧૦૮ ના પાઇલોટ ભાવેશ રાઠોડ અને તેમના સાથી ઈ.એમ.ટી. જયેશ મકવાણાએ વધુ એક કડી જોડી હતી. તેમણે એકલવાયા ઇજાગ્રસ્ત દર્દીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની સાથે, તેની પાસેની મોટી રોકડ રકમ અને કિંમતી મોબાઈલ સાચવીને, દર્દીના પરિવારજનને સોંપી હતી અને પોતાની કર્તવ્ય નિષ્ઠા દીપાવી હતી.

Advertisement

મળતી જાણકારી અનુસાર આજે સવારે માંડવી પાસે માર્ગ અકસ્માતમાં શાયરવાલા અમીનભાઈ ઇજાગ્રસ્ત થતાં ૧૦૮ સેવાને કોલ કરવામાં આવ્યો હતો.
આ સેવાનું વાહન શક્ય તેટલી ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને એકલવાયા ઇજાગ્રસ્તને લઈને સયાજી હોસ્પિટલ પહોંચ્યું હતું. આ ઇજાગ્રસ્ત પાસે રૂ.૪૩,૩૦૦ રોકડ અને રૂ.૨૦ હજારની કિંમતનો મોબાઈલ હતો જે સલામત રીતે તેના સ્વજનોને સોંપવાની જરૂર હતી. આ સંજોગોમાં ભાવેશભાઈ અને જયેશભાઈએ તુરત જ તેમના સ્વજનને શોધીને હોસ્પિટલે બોલાવ્યા હતા અને તેમની રોકડ અને મોબાઈલ તેમને પરત કરવાની કાળજી લીધી હતી. ૧૦૮ સેવાના કર્મચારીઓની જીવન રક્ષા સાથે ઇજાગ્રસ્તની માલમત્તા સાચવીને પરત સોંપવાની પ્રામાણિકતા અને નિષ્ઠા સૌને સ્પર્શી ગઈ હતી.


Share

Related posts

વડોદરા : લેન્ડ ગ્રેબીંગના કેસમાં પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ૩ કર્મચારીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

ProudOfGujarat

માંગરોળના માંડણ ગામે કૂવામાંથી દોઢ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળ્યો

ProudOfGujarat

નડિયાદમાં નવીન જિલ્લા પંચાયત ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!