Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા સહિત મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓમાં ચૂંટણી અને મતદાન માટેની સજ્જતાની સમીક્ષા કરી.

Share

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તા.૫ મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદાનની નજીક આવતી તારીખના અનુસંધાને ચૂંટણી પ્રક્રિયા અને સુચારુ મતદાન માટેની પૂર્વ તૈયારીઓ અંગે તેમણે ખેડા, આણંદ,પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી અને બાદમાં વડોદરાના અધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો.

બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર, શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ પાસેથી તેમણે મતદાન મથકની વ્યવસ્થાઓ, મતદાન કર્મચારીઓને તાલીમ અને ફાળવણી, વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોનું મતદાન સરળ બનાવતી સુવિધાઓ, ટપાલ મતદાન અને ચૂંટણીના દિવસે વેબ કાસ્ટીંગની વ્યવસ્થા, મતદાન મથકોની સંવેદનશીલતા અનુસાર સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત, લેવામાં આવેલા અટકાયતી પગલાં, પરવાના હેઠળના શસ્ત્રો જમાં લેવાની કામગીરી, મતદાન યંત્રો અને વિવીપેટની જરૂરિયાત અને પૂરતી ઉપલબ્ધિ, મતદાન મથકોની સંવેદનશીલતા નિર્ધારિત કરવાની ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્રની સંયુક્ત કવાયત, મતદાનના દિવસે મતદાર માર્ગદર્શન કેન્દ્રોનું આયોજન, મતદાર કાપલીઓના વિતરણની વ્યવસ્થા, મતદાન સમયે ઓળખનો પુરાવો લાવવા અંગે મતદારોને જાણકારી આપવાની વ્યવસ્થા જેવી વ્યવસ્થા, સુવિધા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે માહિતી મેળવી હતી.

ચૂંટણી પંચે વડોદરા જિલ્લા માટે નિમેલા મહાનિરીક્ષકો અને પોલીસ મહાનિરીક્ષક બેઠકમાં જોડાયા હતાં અને ખાસ કરીને મતદાન વૃદ્ધિના વિવિધ ઉપાયો અંગે સૂચનો કર્યા હતા. ત્રણ શહેરી બેઠકોના ચૂંટણી અધિકારીઓ સાથે પણ તેમણે પરામર્શ કર્યો હતો અને ખાસ કરીને જેમણે ટપાલ મતનો વિકલ્પ પસંદ કર્યો નથી તેવા દિવ્યાંગ અને ૮૦ + ઉમેદવારો સરળતાથી મતદાન કરી શકે એ માટેના આયોજનની વિગતો જાણી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સોલંકીએ બેઠકમાં ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલવાનું કહી ગઠિયો રૂપિયા લઈ ફરાર..

ProudOfGujarat

ભરૂચ નગરના વિવિધ વિસ્તારો માંથી વિદેશી દારૂ ઝડપાયો જાણો ક્યાં?

ProudOfGujarat

ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રાજ્યકક્ષામંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં શ્રમિકો માટે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”નો પ્રારંભ કરવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!