Proud of Gujarat
GujaratFeaturedINDIA

12 મોટા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ વડોદરામાં 51 પદાધિકારી-કાર્યકરોને સસ્પેન્ડ કરાયા.

Share

ભાજપ દ્વારા આ વખતે પાર્ટી સામે જનારા અને અપક્ષમાં દાવેદારી નોંધાવી ચૂકેલા બળવાખોર ધારાસભ્યો તેમજ મોટા નેતાને સસ્પેન્ડ કરાયા છે તેવી જ રીતે હવે 51 પદાધિકારીઓ અને કાર્યકરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરામાં આ મોટી કાર્યવાહી ભાજપ દ્વારા કરવામાં આવી છે. વડોદરામાં ખાસ કરીને આ વખતે બળવો જોવા મળ્યો છે તે રીતે નેતાઓની નારાજગી બાદ તેમના સમર્થકોનો અને કાર્યકરોનો પણ ટેકો મળી રહ્યો છે. ત્યારે કેટલીક વાત પાર્ટીના સામે આવતા તેમને કાર્યવાહી કરી છે.

ભાજપે પાદરા અને વાઘોડિયા તાલુકાના બળવાખોરો પર લાલ આંખ રાખવા બદલ 51 લોકોને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં પાદરા નગરપાલિકાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. અગાઉ ગયા સપ્તાહે ભાજપે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવતા મધુ શ્રીવાસ્તવ અને દિનુ મામાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આ નેતાઓના સમર્થકોને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

ભાજપ દ્વારા આ વખતે 38 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. ટિકિટ કપાતા ધારાસભ્યોમાં નારાજગી પણ છે ત્યારે આ ધારાસભ્યોના વર્ષો જૂના સમર્થકો તેમને અપક્ષમાં દાવેદારી કરાતા ક્યાંય સપોર્ટ પણ કરી રહ્યા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી સામે પડનારને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. અગાઉ પ્રદેશ અધ્યક્ષે પણ નેતાઓને ફોર્મ પરત લેવા માટે કહ્યું હતું પરંતુ અપક્ષમાં દાવેદારી નોંધાવનાર નેતાઓએ આના કરતા તેમને પણ સસ્પેન્ડ કરાયા હતા.


Share

Related posts

દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પૂજ્ય પ્રફુલ શુક્લના માતાનું નિધન

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગમાં વાઘેશ્વરી સોસાયટીમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર : કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાની માંગ કરતા સામાજિક કાર્યકર.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લૂંટ વીથ ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!