કોંગ્રેસના ઉમેદવાર સામે આચાર સંહીતા ભંગની ફરીયાદ નોંધવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. પ્રચાર દરમિયાન વડોદરાના ડભોઈના કોંગ્રેસના ઉમેદવાર વિવાદોમાં ફસાયા હતા. વડોદરાના ડભોઈથી કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ ઢોલારે સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતમાં ચૂંટણીનો ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે પ્રચાર પણ તેજ ગતિથી કરવામાં આવી રહ્યો છે. જે મામલે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાયલી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લોકોને રૂપિયાની નોટો આપતો વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ મામલે તપાસ કરવા ઉલ્લેખ કરાયો છે. બાલકૃષ્ણ ઢોલાર ભાજપમાંથી ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા. વિવાદોમાં ઘેરાયેલા નેતાજી આ કારણે વધુ વિવાદમાં આવ્યા છે.
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે વડોદરાના ડભોઇ તાલુકામાંથી કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ ઢોલરેએ પણ પ્રચાર શરૂ કર્યો હતો. ત્યારે બાલકૃષ્ણ ઢોલાર અભિયાનમાં લોકોને પૈસા આપવાનો મામલો સામે આવ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેઓ પર રુપિયા વેચવાનો આક્ષેપ છે. જેથી કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરીયાદ નોંધવામાં આવ્યો છે.