LGBT community ના બ્રાન્ડએમ્બેસેડર રાજપીપળાના કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેંદ્રસિંહ ગોહીલે ગતરોજ રાવપુરા વિધાનસભા ભાજપ કાર્યાલય પહોંચી પૂર્વ સાંસદ અને હાલના ભાજપના રાવપુરા બેઠકના ઉમેદવાર બાળુ શુકલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ગર્વથી કહું છું ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને પ્લેટફોર્મ મળવા બદલ બાળુ શુક્લના અથાગ પ્રયાસોનો સિંહફાળો છે. જેના આશીર્વાદ તેમને મળી રહ્યા છે. તેમના પ્રયાસો થકી અમને ભારતના નાગરિક તરીકે મતદાનનો અધિકાર મળ્યો છે. વડોદરા ભારતનું પ્રથમ શહેર છે. જ્યાં ગરિમા ગૃહ એટલે કે ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમનું નિર્માણ થયું છે. બાકીના પ્રશ્નોનું નિરાકરણ પણ તેઓ વહેલી તકે કરશે.
વધુમાં બાળુ શુકલે કહ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર તથા અધરના ઓપ્શન માટે કેન્દ્ર સરકારમાંથી એમપી તરીકે માત્ર મને આમંત્રણ મળ્યું હતું. આધાર પુરાવા મળતા તેમનું વૈધાનિક અસ્તિત્વ ઊભું થયું છે અને તેમને સહેલાઈથી નોકરી મળી રહે છે. સમાજ શું વિચારશે તેની ચિંતા વગર મે કેન્દ્ર સરકારમાં આ મુદ્દો રજૂ કર્યો હતો. હવે તેમને મુખ્ય ધારામાં જોડવાના પ્રયત્નો કરીશું. ચૂંટણીમાં જીત બાદ સૌપ્રથમ તેઓ માટે રેસીડેન્સીયલ યુનિટ ઊભું થાય તેવો સંકલ્પ લીધો છે. આ દરમ્યાન માનવેંદ્રસિંહ ગોહીલે અન્ય ભાજપના હોદ્દેદારો, ડેપ્યુટી મેયર તથા કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી.